ચકચાર@હળવદ: પત્ની સાથે માથાકૂટ બાદ પતિએ માસૂમ બાળકની જમીન પર પછાડી-પછાડીને હત્યા કરી
અટલ સમાચાર, ડેસ્ક
હળવદ તાલુકાના ટીકરની ઢસી ગામમાં પતિ પત્નીનો સામન્ય ઝગડો માસુમને મોત તરફ લઈ ગયો. મળતા અહેવાલ પ્રમાણે કંકાસથી કંટાળેલા બાપે પોતાના 13 મહિનાના દિકારને મોતને ઘાટ ઉતાર્યો હતો. તો બીજી તરફ સગા બાપે પુત્રને મોતને ગાઢ ઉતારી દેતા રણકાંઠા વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
હેવાન હત્યારા બાપ અસગર અનવર માણેક વિરુદ્ધ દિકારાની માતા અમીનાબેન હત્યાનો ગુન્હો નોંધાવ્યો હતો. હળવદ પોલીસે આ ખૂની બાપને દબોચી લીધો હતો. મળતા અહેવાલ પ્રમાણે ટીકર રણની ઢસીએ પોતાના પતિ અસગર અનવરભાઈ માણેક મીયાણા કુડાવાળાએ લગ્નમાં ગયા હતા જ્યાં કોઈની સાથે બેસવા જવાનું નથી તેમ કહી પત્ની સાથે ઝઘડો કરી મૂઢ માર પણ માર્યો હતો.
આ તરફ તેની પત્નીએ કહ્યું કે હું હવે મારા દિકરાને લઈને પિયર જતી રહું છું, પતિએ આવેશમાં આવીને પત્નીને ના પાડી કે તારે ક્યાંય જવાનું નથી, બસ આ મામલે પતિએ હદે ગુસ્સે થયો કે માતાના હાથમાંથી 13 મહિનાના બાળકને ખેંચીને ખેતર જવાના માર્ગ પર લઈને ગયો અને ત્યાર પછી બાળકને પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારી દીધો.