ગુજરાતનો પ્રથમ કિસ્સો: ચીની યુવતીએ કચ્છમાં લીધી કોરોના વેક્સીન
36 વર્ષીય રાઉન યાનલી નામની ચીનની યુવતી હાલ કચ્છમાં ફરવા આવી છે. તે રિપબ્લિક ઓફ ચાઈનાની હેનાન પ્રાંતની વતની છે.
                                          Nov 19, 2021, 15:19 IST
                                            
                                        
                                     
                                        
                                    આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકશીનની પ્રથમ રસી લીધી હતી.
                                    અટલ સમાચાર, ડેસ્ક
 ભારતીય વેક્સીનને દુનિયાભરમાં ડંકો વગાડ્યો છે. અન્ય દેશોમાં પણ ભારતીય વેક્સીનને માન્યતા મળી છે અને તેની ડિમાન્ડ વધી છે. આવામાં અંજારના મેઘપર બોરીચી સીએચસી ખાતે ચાઈનાથી કચ્છમાં આવેલી યુવતીએ કોરોના વેકશીનની પ્રથમ રસી લીધી હતી. તેણે પોતે જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી રસી લેવા સીએચસી સેન્ટર પહોંચી હતી.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો
દુનિયાભરમાં કરોના વાયરસે તબાહી બોલાવી દીધી હતી. જે આ વાયરસ સોપ્રથવાર ચીનથી કોરોના વાયરસ આવ્યો હતો. આ સાથે પછી વાયરસે ફેલાઇ ગયો હતો. તેવામાં 36 વર્ષીય રાઉન યાનલી નામની ચીનની યુવતી હાલ કચ્છમાં ફરવા આવી છે. તે રિપબ્લિક ઓફ ચાઈનાની હેનાન પ્રાંતની વતની છે. ત્યારે આ ચાઈનીઝ યુવતીએ પોતાની રીતે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી ભારતીય વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે.

