નિષ્ફળ@માંડલ: મહાકાય કંપનીમાં અડીખમ કોનોકાર્પસ સામે વનવિભાગ લાચાર ? પરિપત્ર સામે પૈસાનો પાવર ?
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
બેચરાજીથી એકદમ નજીક અને માંડલ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં આવતાં ઔદ્યોગિક ઝોનમાં અધધધધ.... પ્રમાણમાં પ્રતિબંધિત કોનોકાર્પસ વૃક્ષો અડીખમ છે. અટલ સમાચાર ડોટ કોમના પ્રથમ અહેવાલથી ઘટસ્ફોટ થયા બાદ તદ્દન નવી અને ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પરિપત્રનુ પાલન અને કોનોકાર્પસ વૃક્ષો દૂર કરવાની વાત છોડો, માંડલ ફોરેસ્ટ કચેરી અહિં જાગૃતિ લાવવામાં પણ નિષ્ફળ રહી છે તેવા સવાલો ઉભા થયા છે. પ્રામાણિક ગુજરાત સરકારના પ્રથમ પરિપત્ર સામે પૈસાનો પાવર કેવી રીતે સુપર પાવર બની શકે તેવી બૂમરાણ મચી છે. મહિલા આરએફઓને ધ્યાનમાં આવ્યું અને મનમેળે પરિપત્રનુ અર્થઘટન કરી દીધું પરંતુ પરિપત્રના બીજા ફકરામાં કરેલ ઉલ્લેખ મુજબ ખાનગી જગ્યામાં પણ કોનોકાર્પસ વૃક્ષો દૂર કરાવવાની જાગૃતિ અને તેમાં સફળતા માંડલ ફોરેસ્ટ કચેરીને મળી નથી. આવી સ્થિતિમાં મહાકાય કંપનીમાં ઉભા કોનોકાર્પસ ધોળાં દિવસે આખા ગામને દેખાતાં છતાં માંડલ વનવિભાગ આ પ્રતિબંધિત વૃક્ષોની હારમાળાનો ધ્વંસ કરવા કેમ સફળ નથી તે સૌથી મોટો સવાલ છે. ગાંજાનો છોડ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી થાય તો અહિં ખુલ્લેઆમ પ્રતિબંધિત વૃક્ષો કેમ અને કેવી રીતે અડીખમ તેનો ઘટસ્ફોટ સમજીએ.
અમદાવાદ જિલ્લાના માંડલ રેવન્યુ અને ફોરેસ્ટ વિસ્તારના હાંસલપુર ગામથી બેચરાજી તરફ પહોંચો એટલે તમારુ સ્વાગત ઔદ્યોગિક ઝોનમાં થાય છે. જોકે સ્વાગત ગેરકાયદેસર પરિસ્થિતિ અને માહોલ વચ્ચે થતું હોવાનો ખુલાસો થયો છે. રાજ્ય સરકારે પ્રતિબંધિત કરેલ કોનોકાર્પસ વૃક્ષો બેફામ અને ખૂબ મોટી સંખ્યામાં અહીં આજેપણ અડીખમ છે. માંડલ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં આવતાં આ ઝોનમાં કોનોકાર્પસ વૃક્ષો દૂર થતાં નથી. પરિપત્ર મુજબ વનવિભાગ સહિતન સરકારી જગ્યામાં વાવેતર કરવાનું નથી અને જેટલા છે તેટલા દૂર કરવાના છે. આ સાથે ખાનગી જગ્યામાં પણ દૂર કરવવા જાગૃતિ, સેમીનાર અને શિબિરો કરી તનતોડ મહેનત કરવાની છે પરંતુ માંડલ ફોરેસ્ટ ઓફિસર પરિપત્રનો અર્થ કંઈક અલગ કરે છે. આવી સ્થિતિમાં માંડલ અને બેચરાજી વચ્ચેના આ ઔદ્યોગિક ઝોનમાં તમે કલ્પના પણ ના કરી શકો તેટલા પ્રતિબંધિત કોનોકાર્પસ ખુલ્લેઆમ ભાસી રહ્યા છે. હવે પરિપત્રનુ પાલન કેમ નહિ અથવા કેમ નથી થતું તે જાણતાં પાવરની તાકાત જણાઇ આવી છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, માંડલ ફોરેસ્ટ કચેરીના આ હદ વિસ્તારમાં કોનોકાર્પસ વૃક્ષો છે અને જગ્યા ખાનગી છે. હવે ચલો જગ્યા ખાનગી હોય તો પરિપત્ર મુજબ જાગૃતિ શિબિર એટલે કે, સમજાવટ કરી તાત્કાલિક અસરથી કોનોકાર્પસ વૃક્ષો દૂર કરવવા પડે. હવે સવાલ ઉભો થાય કે, માંડલ રેન્જ ફોરેસ્ટ કચેરીએ ક્યારે અને કેટલી સમજાવટ કરી ? શું સમજાવટ છતાં નિષ્ફળતા મળે છે કે પછી ઔદ્યોગિકની તાકાત/પાવર સામે પરિપત્રનુ પાલન તાકાત લગાવી શકતું નથી? ત્રીજા રિપોર્ટમાં જાણીશું કોણ કરી રહ્યું ઈરાદાપૂર્વક બેદરકારી/નિષ્ફળતા.