રાજકારણ@ગુજરાત: કોંગ્રેસમાં ભંગાણ યથાવત, પૂર્વ ધારાસભ્યએ કેસરીયો ધારણ કર્યો

 
Kanti Sodha Parmar

અટલ સમાચાર, ડેસ્ક

ચૂંટણી બાદ પણ પ્રદેશ કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે. કોંગ્રેસના પૂર્વ MLA ભાજપમાં જોડાયા છે. આણંદના પૂર્વ MLA કાંતિભાઈ સોઢા કેસરિયા કર્યા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહની હાજરીમાં કેસરિયા કર્યા છે. કોંગ્રેસનો હાથ છોડીને કાંતિભાઈએ કેસરિયા કર્યા છે. કાંતિભાઈએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું મોકલ્યું હતું.

મહત્વનું છે કે, વર્ષ 2017માં આણંદની બેઠક પરથી કાંતિભાઈ કોંગ્રેસની ટિકિટથી જીત્યા હતા. 2017થી 2022 સુધી આણંદના કોંગ્રેસ MLA રહ્યાં હતા. જે બાદ આજે તેઓ ભાજપમાં જોડાયા છે. તેમણે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. કાંતિભાઇ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા છે.

આ તરફ ભાજપમાં જોડતા કાંતિભાઇ સોઢાએ કહ્યુ કે, કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કર્યા બાદ રાજીનામું આપી ભાજપમાં જોડાયો છું. વિકાસની નીતિને જોતાં ભાજપમાં જોડાયો છું. વિકાસની રાજનીતિ કરવા માટે, લોકોના કામો થાય અને જરૂરિયામંદોને મદદ મળી શકે, આણંદના ધારાસભ્ય સાથે મળી આણંદ તેમજ જિલ્લાનો વિકાસ કરવા તેમજ વધુમાં વધુ લોકોને ઉપયોગી કાર્ય કરવા આજે ભાજપમાં જોડાયો છું. કેન્દ્ર અને રાજ્યની ભાજપની સરકારનો લાભ છેવાડાના માણસો સુધી પહોંચાડવા મદદરૂપ બની શકીએ તે માટે કામ કરીશું.