ચોંક્યાં@ગુજરાત: લગ્ન 4 દિવસ પહેલા જ તળાવમાંથી યુવતીની લાશ સાથે ફોર્મેટ કરેલો ફોન મળ્યો

 
Navaari

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર શંકાસ્પદ હાલતમાં એક યુવતીનો મૃતદેહ માંળી આવ્યો છે. નવસારીના ચીખલી તાલુકાના તળાવચોરા ગામમાં એક તળાવમાંથી યુવતીનો ભેદી સંજોગોમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. 22 વર્ષીય યુવતીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો છે. યુવતીના આગામી 23 ફેબ્રુઆરી રોજ લગ્ન હતાં. પરંતુ લગ્ન પહેલાં જ યુવતીનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવની જાણ થતાં પોલીસે મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીના ચીખલી તાલુકાના તળાવચોરા ગામમાં 22 વર્ષીય પ્રિયંકા આહિરનો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના આગામી 23 ફેબ્રુઆરીના રોજ લગ્ન હતાં. પરંતુ લગ્ન પહેલાં જ યુવતીનો મૃતદેહ મળી આવતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ યુવતીની હત્યા થઈ છે કે, આત્મહત્યા કરી છે, તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતીએ બીએસસી સુધીનો અભ્યાસ કર્યો હતો અને 23 ફેબ્રઆરીએ લગ્ન હતા. લગ્ન પહેલા યુવતીનું ભેદી સંજોગોમાં મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે. લગ્ન પહેલાં યુવતીનો મૃતદેહ મળી આવતાં ભારે ચકચાર મચી છે. જ્યારે પોલીસને યુવતીનો ફોન પણ મળી આવ્યો છે, પરંતુ તે ફોર્મેટ મારેલો હોવાથી ફોરેન્સિક તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.