ક્રાઇમ@દ્વારકા: દેવભૂમિમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, યુવતીના પિતાએ યુવકને પતાવી દીધો

 
Dwarka

અટલ સમાચાર, ડેસ્ક

દ્વારકામાં યુવાનની સરા જાહેર હત્યા કરી દેવાઈ છે. પ્રેમ પ્રકરણમાં યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. યુવતીના પિતાએ સરા જાહેર યુવાનને પટકી મોતને ઘાટ ઉતારી દેતા આ સમગ્ર મામલો હત્યા ના પરિણમ્યો છે. દ્વારકા શહેરમાં અનુસૂચિત જાતિ વાલ્મીકિ સમાજના હાર્દિક ગોવિંદ બારીયા નામના યુવાનને દ્વારકા શહેરમાં સફાઈ કામદારના સુપર વાઈઝર જેસલ ગઢવીની પુત્રી સાથે મિત્રતા થઈ જતાં આ મામલાની જાણ યુવતીના પિતા જેસલ ગઢવીને થઇ હતી. 

દ્વારકા શહેરના ટીવી સ્ટેશન વિસ્તારમાં હાર્દિક ગોવિંદ બારિયાં યુવતીના ઘરે જતો હોય આ જાણ થાત જેસલ ગઢવી એ યુવાનને માર મારી જમીન પર પટકતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ યુવાનને હેમરેજ થઈ જતાં સારવાર દરમિયાન મોત થતાં આ મામલો હત્યામાં પરિણમ્યો હતો. હત્યાના બનાવને પગલે સમગ્ર સમગ્ર દ્વારકા શહેરમાં વાલ્મીકિ સમાજ એકત્ર થયો હતો. દ્વારકા જિલ્લામાં એસ.સી. એસ.ટી. સેલનાના ડી.વાય.એસ.પી સમિર શારડા, દ્વારકા પી.આઇ. સહિતનો પોલીસ કાફલાએ લોકોને આરોપી વિરુદ્ધ કડક પગલા ભરવા અને આરોપીની વહેલી તકે ધરપકડ કરાવા ખાત્રી આપતા મામલો શાંત પડ્યો હતો .

પોલીસે મામલાની ગંભીરતા ધ્યાને લઇ બનાવ બન્યો હતો તે સ્થળે પહોચી હતી. આસપાસના વિસ્તારના લોકોને પુછપરછ કરી બનાવ કઇ રીતે બન્યો હતો તે તપાસ કરી હતી. હાલ આરોપી જેસલ ગઢવી ફરાર થઇ ગયેલ હોય, આરોપીને પકડવા જીલ્લાની પોલીસ એસ.ઓ.જી એલ.સી.બી સહિતના સ્ટાફને દોડાવી હોવાનું ડીવાય એસપી એ જણાવ્યુ હતું. પોલીસે મૃતકની માતાની ફરિયાદ લઇ આરોપી જેસલ ગઢવી વિરુદ્ધ આઇ.પી.સી કલમ 323.325.352.307.308. તથા એટ્રોસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.