નિર્ણય@ગુજરાત: રાજ્ય સરકારે 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરી, જુઓ અહીં

 
Gujarat

અટલ સમાચાર, ડેસ્ક

આગામી 22 જાન્યુઆરીએ (સોમવાર) અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થનાર છે, જેને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. જેને જોતાં કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ રાજયમાં અડધા દિવસની રાજા જાહેર કરેલ છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ રાજય સરકારની તમામ કચેરીઓ તથા સરકારની તમામ સંસ્થાઓમાં 2:30 સુધી બંધ રહશે.

22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામલલ્લાનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. દેશભરના લોકો આ ખાસ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકો ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષોથી આ દિવસની રાહ જોઈ રહેલા હિન્દુ ધર્મના લોકો તેને પોતાની રીતે ખાસ બનાવવા માંગે છે. આ માટે કેટલાક રાજ્યો એ તો જાહેર રજા પણ રાખી છે. ત્યારે હવે ગુજરાત સરકારે પણ આ દિવસે રજા જાહેર કરી છે. બીજા ઘણા રાજ્યો આ ઐતિહાસિક દિવસે જાહેર રજાઓ પણ જાહેર કરી રહ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઉત્તર પ્રદેશમાં 22 જાન્યુઆરીએ સાંજથી ઘરો, ઘાટ અને મંદિરોમાં દીવા પ્રગટાવવા માટે કહ્યું છે. આ સાથે તેમણે રાજ્યની તમામ ઓફિસો, શાળાઓ, કોલેજોને સજાવટ કરવાનો આદેશ પણ આપ્યો છે. રાજ્યમાં 22મી જાન્યુઆરીએ દિવાળી જેવા તહેવારની ઉજવણી કરવા જણાવાયું છે. રાજ્યના લોકો પણ આ દિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.