ગુજરાતઃ સરકારે કુંવરબાઈ મામેરા યોજનામાં મોટો બદલાવ કર્યો, થશે આ લાભ

અરજીકર્તાઓએ લાભ મેળવવા લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર મેળવતા સમયે ફોર્મ રજુ કરવું પડશે. કુંવરબાઈ યોજનામાં સરકાર 12000 સુધીની સહાય કરે છે.  
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે કુંવરબાઈ મામેરા યોજનામાં મોટો બદલાવ કર્યો છે. હવે પુનઃ લગ્નમા પણ કુંવરબાઈ મામેરા યોજનાનો લાભ અપાશે. આધાર પુરાવા માટે લગ્નની પત્રિકા જોડવાનો નિયમ રદ કરાયો છે. અધિકારીઓએ ડોક્યુમેન્ટના આધારે અરજી મંજુર કરવી પડશે. સમાજ કલ્યાણ નિરિક્ષકને સ્થળ તપાસની જોગવાઈ રદ કરવામાં આવી છે. અરજીકર્તાઓએ લાભ મેળવવા લગ્ન નોંધણીનુ પ્રમાણપત્ર મેળવતા સમયે ફોર્મ રજુ કરવું પડશે. કુંવરબાઈ યોજનામાં સરકાર 12000 સુધીની સહાય કરે છે.  

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુત્રોએ જણાવ્યું હતુ કે પહેલા આ લાભ એક જ વાર લગન થાય એમનેજ મળતો હતો પરંતું હવે પછી આ યોજનામાં સરકાર બીજા લગન થશે તો પણ આ યોજના કુવરબાઇના મામેરા હેઠળ જે રકમ નક્કી કરેલ છે 12000 આ પુરી રકમ આપવામાં આવશે.  આ લાભ મેળવવા માટે જરુરી ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે.