ગુજરાતઃ એલઆરડીની લેખિત પરીક્ષાને લઇ પોલીસ ભરતી બોર્ડના વડાએ મોટી જાહેરાત કરી
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

હસમુખ પટેલે એલઆરડીની લેખિત પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે.શારીરિક કસોટીના આગળના દિવસે કોરોના પોઝિટિવ થયેલ ઉમેદવાર રૂબરૂ કેટપાલથી પોતાની અરજી બોર્ડને મોકલી શકે તેમ ન હોય તો તેમણે હેલ્પ લાઇન નો સંપર્ક કરવો.
 હેલ્પ લાઇન નં. 
9104654216 
8401154217 
7041454218 
સમય સવારે 10:30 થી સાંજે 6.00 સુધી

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે એલઆરડીની લેખિત પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કરીને આ મુદ્દે જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કર્યું છે કે, જો શારીરિક કસોટી સમય પત્રક મુજબ પૂર્ણ થાય તો 13, 20 અથવા 27 માર્ચના લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા લેવાનું આયોજન છે. આ દિવસોમાં GPSC તથા ગૌણ સેવાની પરીક્ષા ના હોય તેવી તારીખ પસંદ કરવામાં આવશે. તે વખતની કોરોનાની સ્થિતિ પણ ધ્યાનમાં લેવામાં આવશે.