મર્ડર@સુરત: પત્નીના આડાસંબંધ હોવાના વહેમમાં પતિએ પુત્ર સાથે મળીને મિત્રને પતાવી દીધો

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગરમાં હત્યાની ઘટના બની હતી. પત્ની સાથે આડા સબંધની વહેમ રાખી પતિ અને પુત્રે જ મિત્રની હત્યા કરી હતી. સરથાણા પોલીસે હત્યારા પિતા પુત્રને જુવેનાઈલ પુત્રને ઝડપી પાડ્યા હતાં. મિત્ર રાજુ સાહુની તેમના જ મિત્ર હોશિયાર સાહુનાએ હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા હતો. હોશિયારને વહેમ હતો કે તેમની પત્ની સાથે રાજુના આડા સબંધ છે. આવો વહેમ રાખી રાજુને તેમના ઘરે રાત્રીના સમયે બોલાવ્યો હતી. આ રાજુ અને હોશિયાર બને મિત્ર હતા. 

પત્ની સાથે આડા સબંધ હોવાથી હોશિયાર રોષે ભરાયો હતો અને વાતચીત માટે રાજુને ઘરે બોલાવ્યો હતો.રાત્રીના સમયે વાતચીત ઉગ્ર બની હતી અને હોશિયાર અને તેમના પુત્રએ મળી રાજુને તીક્ષ્ણ હથિયારના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. ત્યારબાદ હોશિયાર અને તેમનો પુત્ર ભાગી છૂટ્યા હતા. ત્યારબાદ મકાન માલિક દ્વારા રાજુને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટૂંકી સારવાર દરમ્યાન રાજુનું મોત થતા સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પિતા પુત્રને ઝડપી પાડવા તપાસ શરૂ કરી હતી. તે દરમ્યાન પોલીસ ને બાતમી મળી હતી કે, હત્યારા પિતા પુત્ર સુરતના લસકાણા સ્થિત ડાયમંડ નગરમાં છુપાયા છે. જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઈ તપાસ કરતા બને પિતા પુત્ર ઝડપાયા હતા. જેથી જુવેનાઈલ પુત્ર અને પિતા હોશિયાર સાહનાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.