કાર્યવાહી@સુરત: જાહેરમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરનાર બે ઈસમ દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપાયા
અટલ સમાચાર, ડેસ્ક
સુરતના લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ત્રણેક દિવસ અગાઉ ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી હતી. ત્યારબાગ નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના દિવસોમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ, જીવતો કારતુસ, તથા બે છરા સાથે ઝડપી પાડ્યાં છે. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ કર્યા છે.
પોલીસને મળેલી બાતમીના આધારે ડીંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનીયો પાટીલનાઓ ગેર કાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આર.ડી. ફાટક રેલવે પટરી પાસે ઊભા છે.” જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકત વાળી જગ્યાએ બન્ને આરોપીને કોર્ડન કરી પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા બે છરા મળી આવેલ છે.
આરોપીના નામ
1- જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ, ઉ.૨૨, રહે-પ્લોટ નં.૮૦ આર.ડી.નગર નવાગામ ડીંડોલી સુરત તથા મૂળ વતન ગામ- નાંદેડ, તા. ચોપડા , જીલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર)
2- દિનેશ ઉર્ફે દિનીયો રાજેશ પાટીલ વાઘ, ઉ.૨૧, રહે- ફ્લેટ નં. એ/૮૦૪ સુમન સંગિત આવાસ ગોડાદરા સુરત તથા મૂળ વતન ગામ- આચડ ગાંવ, તા.પારોલા, જીલ્લો- જલગાંવ (મહારાષ્ટ્ર)