રિપોર્ટ@સાબરકાંઠા: રિક્ષાના ટેન્ડરમાં શંકાસ્પદ મામલે સાંસદે માંગી તપાસ, મિટીંગ બાદ દીપસિંહ બોલ્યા..

 
Sabarkantha Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સાબરકાંઠા જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીના ચર્ચાસ્પદ ઈ રિક્ષા ટેન્ડર મામલે સૌથી મોટી અસરની વાત આવી છે. આજની દિશા મિટીંગમાં બધી યોજનાની સમીક્ષા લેવા આવેલા સાંસદ દીપસિંહે આખરે મોટી વાત કરી છે. ટેન્ડરની પારદર્શકતા મુદ્દે ગંભીર સવાલો હોવાથી દીપસિંહ જણાવ્યું કે, તપાસ માંગી છે. આથી હવે ગ્રામ વિકાસ એજન્સીના નિયામક 62 લાખના ટેન્ડરમાં સ્પર્ધાનુ બાળમરણ, પારદર્શક કામગીરી અને સરકારને નાણાંકીય બચત મામલે કેવો રિપોર્ટ આપશે તેની ઉપર નજર છે. જાણીએ દિશા મિટીંગ બાદ ટેન્ડરની દશાનો સ્પેશિયલ રિપોર્ટ......

હિંમતનગર સ્થિત જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીની ઈ રિક્ષા ટેન્ડરનો મુદો બરોબરનો ગરમાયો છે. આજે દિશા કમિટીની બેઠકમાં સાંસદ દીપસિંહ ટેન્ડરમાં ગોલમાલ મુદ્દે સવાલો કરશે કે કેમ ? તે બાબતે સ્પષ્ટતા આવી છે. દિશા કમિટીની બેઠક બાદ સાંસદ દીપસિંહે જણાવ્યું કે, હા તપાસ માંગી છે. આથી હવે દિશા કમિટીના ચેરમેન કમ સાંસદ સમક્ષ ત્રણ કંપનીઓ કેવી રીતે ટેકનિકલ સેક્શનમા પહોંચી અને પહોંચ્યાં પછી નિયામકે સરકારના હિતમાં શું ધ્યાનમાં લીધું તેનો રિપોર્ટ પણ સાંસદ સમક્ષ ક્યારે તે સવાલ ઉભો થયો છે. આટલુ જ નહિ, નિયામકે જો સરકારને નાણાંકીય બચત કરાવવી હોત તો અનેક અવસરો, તકો અને હોદ્દાની રૂએ સત્તાઓ હતી છતાં કેમ ઉપયોગ ના કર્યો તે મુદ્દે સાંસદને અવગત કરાવવું જરૂરી બન્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેન્ડરની પારદર્શકતા અને સરકારને નાણાંકીય બચત સૌથી વધુ અગત્યનું છે. જોકે નિયામક આગાઉ ફરજ બજાવતા ત્યારથી સાંસદને પરિચિત હોય તો તપાસને અસર નહિ થાય ને ? તે પણ મોટી ચિંતાનો વિષય છે. આ સાથે ઈ રિક્ષાના ટેન્ડરમાં એક જ જણાની 3 કંપનીઓ હતી?, ત્રણેયના જાણે એક જણાએ ભાવ ભર્યાં હોય? તેમજ ત્રણેયના વચ્ચે ભાવ ફેરફાર અને ત્રણેયના નામ તેમજ બ્રાન્ડમાં સરખું સહિતના મામલે ગંભીર સવાલો છે. આ તમામ બાબતો ઉપર સ્પષ્ટતા કે પારદર્શકતા કેવી રીતે સાંસદ સમક્ષ રજૂ થાય છે અને સાંસદે કહ્યું તેમ જો તપાસ માંગી છે તો કેટલા સમયમાં તપાસ રિપોર્ટ બનશે તે ડીઆરડીએ ઉપર આધારિત બન્યું છે.