ગંભીર@પાટણ: કેનાલ ઓવરફ્લો થતા રાધનપુર-સમીના ખેતરોમાં નર્મદાના પાણી ભરાયા

 
Narmada Canal

અટલ સમાચાર, ડેસ્ક

રાધનપુર તાલુકામાં નર્મદાની કેનાલ ઓવરફ્લો થવાના સમાચાર આવ્યા છે. કેનાલ ઓવર ફ્લો થવાને લઈ રાધનપુરના સાંતોલ નજીક ખેતરો તળાવ સમાન જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાને લઈ ખેતીના તૈયાર પાકને મોટું નુક્સાન થયુ છે. ખેતરો તળાવ સમાન બની ચૂક્યા છે. જેને લઈ ખેતરોમાં ઘૂંટણ સમાન પાણી ભરાયા હતા.

આ ઉપરાંત સમી તાલુકાના સાકોતરીયા વિસ્તારમાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. જ્યાં પણ ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે. કેનાલ ઓવરફ્લો થવાને લઈ ખેતરમાં પાણી ભરાઈ જવાને લઈ જીરું, ચણા સહિતના પાક પાણીમાં ડૂબી ગયા હતા.