કાર્યવાહી@વડોદરા: ISIS સાથે ગુજરાત કનેક્શન સામે આવતા NIAની ટીમે મહિલાની કરી પૂછપરછ

 
NIA

અટલ સમાચાર, ડેસ્ક

આતંકવાદી સંગઠનના સંપર્કમાં ગુજરાતની મહિલા હોવાની માહિતી મળતા NIA દ્વારા તપાસ કરવામાં આવી છે. સંપર્કમાં આવેલી વડોદરાની મહિલાની NIA દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. NIA દ્વારા મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. નોંધનીય છે કે, 2020માં દિલ્હીમાં ISISનું મોડ્યુલ સામે આવ્યું હતું, જેની તપાસ દરમિયાન વડોદરામાં રહેતી મહિલાની ભૂમિકાની તપાસ કરવામાં આવી છે. આ પહેલા મહિલાની ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી.

ISIS સાથે ગુજરાત કનેક્શન સામે આવતા NIAની ટીમ તપાસ માટે વડોદરા પહોંચી છે. NIA દ્વારા મહિલાની પૂછપરછ કરીને તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે. 2020માં દિલ્હીમાં ISISનું એક મોડ્યુલ સામે આવ્યા પછી તેની તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં વડોદરાની મહિલાની ભૂમિકાને શોધવા તપાસમાં આવી છે. ફતેગંજ વિસ્તારમાં આવેલાં શાહીન બંગ્લોમાં NIAની ટીમ દ્વારા મહિલાની પૂછપરછ કરવામાં આવી છે.