લાંચ@દાહોદ: નિવૃત્ત કર્મચારી પાસેથી કટકી કરવા અધિકારીએ માંગ્યા રૂપિયા, મહિલા શિક્ષણાધિકારીને પોલીસે પકડ્યા

 
Dahod

અટલ સમાચાર, ડેસ્ક

દાહોદમાં ફરી એકવાર ACBની સફળ ટ્રેપની ઘટના સામે આવી છે. જોકે આ વખતે ક્લાસ-1 અધિકારી એટલે કે જીલ્લા શિક્ષાણાધિકારી દાહોદ રૂ.10,000ની લાંચ લેતા ઝડપાતા હડકંપ મચી ગયો છે. વિગતો મુજબ જીલ્લા શિક્ષાણાધિકારીએ પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવા લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે. 

દાહોદ જીલ્લા શિક્ષાણાધિકારી કાજલ ર્ડા/ઓ ગીરીશભાઇ દવે 10,000ની લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ ફરીયાદી નિવૃત થનાર હોય તેઓના પેન્શન કેસના કાગળોમાં કોઇ લેણા બાકી ન હોવા બાબતના પ્રમાણપત્રમાં સહી કરવાની હતી. જેથી આરોપી શિક્ષાણાધિકારી કાજલ ર્ડા/ઓ ગીરીશભાઇ દવે (હાલ રહે.સરકારી કવાટર્સ નં.ડી-૧ દાહોદ અને મુળ રહે.મહાવીરનગર સોસાયટી મકાન નં.16 હિમતનગર તા.હિમતનગર જી.સાબરકાઠા) એ ફરીયાદી પાસે રૂા.10,000ની લાંચની માંગણી કરી હતી. જોકે લાંચના નાંણા ફરીયાદી આપવા માંગતા ન હોય તેમણે ACBને જાણ કરી હતી. 

આ તરફ ફરિયાદીની ફરિયાદને આધારે આજ રોજ લાંચના છટકાનુ આયોજન કરાયું હતું. જેમાં એ.સી.બી.પંચમહાલ એકમનાં મદદનીશ નિયામક બી.એમ.પટેલ સુપર વિઝન હેઠળ દાહોદ એ.સી.બી.પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.વી.ડીંડોરની ટીમે જીલ્લા સેવા સદન દાહોદ ખાતે બીજા માળે આવેલ જીલ્લા શિક્ષાણાધિકારીની કચેરીમઆ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન આરોપી શિક્ષાણાધિકારી કાજલ ર્ડા/ઓ ગીરીશભાઇ દવેએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.10,000 ની લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ ગયા હતા. જેથી આરોપીને ACBએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.