ઘટના@અરવલ્લી: 3 દિવસથી ઘરની બહાર છે વૃદ્ધાનો મૃતદેહ, કારણ જાણીને ચોંકી જશો

 
Arvalli

અટલ સમાચાર, ડેસ્ક

અરવલ્લી જિલ્લાના મુલોજ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ 8 વર્ષીય વૃદ્ધાની લાશ ત્રણ દિવસથી ઘરની બહાર પડી રહી છે. ભુરીબેન સરદારજી ડામોરનું ત્રણ દિવસ પહેલા કુદરતી રીતે મોટ નીપજ્યું હતું. જો કે જમીનના વિવાદમાં વૃદ્ધાનો મૃતદેહ છેલ્લા 72 કલાકથી અંતિમ ક્રિયાથી વંચિત છે. 

વૃદ્ધાની જમીન રાખનાર કુટુંબના ઘરે ચડોતરું (મૃતદેહોને ન્યાય માટે સાચવી રાખવાની ગુજરાતની આ પ્રથા) જેવી સ્થિતિ ઉદભવી છે. મૃતકના પરિવારજનોએ વૃદ્ધા મહિલાની લાશને ન્યાય માટે જમીન રાખનારના ઘર પાસે મૂકી દીધી છે. જો કે, જમીન રાખનાર રમેશભાઈ ડામોરે કહ્યું છે કે, “મે ભુરીબેન સરદારજી ડામોર પાસેથી જમીન ખરીદી હતી અને આ મુદ્દે સિવિલ કોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. મૃતક વૃદ્ધાના પરિવારજનો દ્વારા મને જાનથી મારી નાખવાની પણ ધમકી મળી છે. મેં આ મુદ્દે પોલીસને પણ જાણ કરી છે. જોકે આ મામલે હવે ટીંટોઈ પોલિસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.