શિયાળો@ગુજરાત: રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત, અમદાવાદમાં 20 ડિગ્રી સાથે ઠંડીનો ચમકારો

 
Winter

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ સહિત રાજ્યભરમાં ફુલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જોકે બપોર બાદ અનુભવાતી ગરમીના કારણે મિશ્ર સિઝન યથાવત છે..અને આથી રોગચાળાની પણ દહેશત છે. અમદાવાદમાં 20 ડિગ્રી સાથે ઠંડીના ચમકારામાં વધારો થયો છે. દિવસ દરમિયાન ગરમી અને મોડીરાતે ઠંડીના ચમકારાના કારણે મિશ્ર સિઝન છે.

આગામી પાંચ દિવસ અદાવાદમાં સરેરાશ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીવત છે.તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.તો હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે 3 નવેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીના ચમકારામાં વધારો થઈ શકે છે.