તપાસ @મહેસાણા: ચૌધરી પરિવારના મોત મામલે પોલીસે શરૂ કરી તપાસ, એજન્ટના મૂળ સુધી પહોંચવા કવાયત

 
Mehsana Police

અટલ સમાચાર, મહેસાણા

કેનેડા-અમેરિકાની બોર્ડર પર આવેલ સેન્ટ લોરેન્સ નદી ઓળંગતી વખતે ડૂબી જવાથી મહેસાણા જિલ્લાના માણેકપુરના ગામના ચૌધરી પરિવારના ચાર સભ્યો પણ મોતને ભેટ્યા છે. આ તરફ હવે આ મામલે મહેસાણા પોલીસ એક્શન મોડમાં આવ્યા છે. જેના ભાગરૂપે મહેસાણા SPએ કેનેડામાં નદીમાં ડૂબવાથી મૃત્યુ થયાની તપાસ મહેસાણા SOG (સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ) ને તપાસ સોંપી છે.

મહેસાણા જિલ્લાના માણેકપુરના ગામના ચૌધરી પરિવારના ચાર સભ્યો કેનેડા-અમેરિકાની બોર્ડર પર આવેલ સેન્ટ લોરેન્સ નદી ઓળંગતી વખતે મોતને ભેટ્યા છે. જેને લઈ SP અચલ ત્યાગીએ આ મામલે SOGને તપાસ સોંપી છે. આ તરફ હવે SOG PI એ.યુ. રોઝ દ્વારા ઇન્ડિયન એમ્બેસીને એક ઇ-મેઇલ કરવામાં આવ્યો છે. જેમાં મૃતકોના પાસપોર્ટ અને વિઝાના પ્રકાર સહિતની વિગતો માંગી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, PI એ.યુ.રોઝે પોલીસ ક્લિયરન્સ સર્ટી અને કેનેડાથી અમેરિકા મોકલવામાં સ્થાનિક એજન્ટની ભૂમિકા તપાસવા માટે ઇન્ડિયન એમ્બેસી પાસે પરિવારના પાસપોર્ટ અને વિઝાની વિગતો માગી છે. આ સાથે હવે SOG દ્વારા ચૌધરી પરિવારે વસાઈ પોલીસ સ્ટેશનમાંથીપોલીસ ક્લિયરન્સ સર્ટી કેવી રીતે મેળવ્યું તે અંગેની તપાસ કરવામાં આવશે.