ગંભીર@મહીસાગર: 17 વર્ષીય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરી ગામની સીમમાં ફેંકી દીધી, અંતે હાઇસ્કુલના આચાર્યની અટકાયત
Oct 16, 2023, 13:42 IST
અટલ સમાચાર, ડેસ્ક
મહિસાગરમાં 17 વર્ષની વિદ્યાર્થીની પર દુષ્કર્મ કરનાર આચાર્યનો પોલીસે ઝડપી પાડ્યો હતો. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં રાજેશ પટેલને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છેકે જાનવડ હાઇસ્કુલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ આચરીને વિદ્યાર્થીનીને ગામની સીમમાં ફેંકીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા રાજેશ પટેલની અટકાયત કરી આરોપીનું મેડિકલ ચેકઅપ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ કર્યો. નરાધમે કીધું કે બેટા ચલ મારા ઘરે ચા પીને જા બહુ સમયે આવી છે. તેમ કહીને લલચાવીને ઘરે લઈ ગયો હતો. ઘરે લઈ ગયા બાદ આચાર્યએ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યુ હતું.