ચોંક્યાં@બનાસકાંઠા: પુષ્પા ફિલ્મ જેવી ઘટના, ખેતરમાંથી તસ્કરો ચંદનના 3 વૃક્ષો કટિંગ મશીનથી કાપી ગયા

 
Chandan

અટલ સમાચાર, ડેસ્ક

અમીરગઢમાં પુષ્પા ફિલ્મની જેમ ચંદન ચોરીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ ખેતરમાંથી ચંદનના વૃક્ષની ચોરી થઈ હોવાનું પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ ચંદનના 3 વૃક્ષો કટિંગ મશીનથી કાપી ગયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે અમીરગઢ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

બનાસકાંઠા જિલ્લાનાં અમીરગઢમાં ઢોલિયા ગામે ખેતરમાં ચંદન ચોરીની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ ખેતરમાં ચંદનના 6 ઝાડ પર કટિંગ મશીનથી કાપી 3 ઝાડ તસ્કરો ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે. આ તરફ ચંદનના 15 ફૂટનું થડ ધરાવતા 3 ઝાડ ચોરી થતાં ખેડૂતે અમીરગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.  

સૂત્રોએ જણાવ્યું હતું કે, ઢોલિયા ગામે આવેલા ખેતરમાં ઉભેલા ચંદનના 6 ઝાડ કટિંગ મશીનથી કાપી નાંખવામાં આવ્યા હતા. જેમાંથી 3 ઝાડ તસ્કરો ઉઠાવી ગયા હતા. હાલ આ મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ચંદનના 15 ફૂટનું થડ ધરાવતા 3 ઝાડ તસ્કરો ચોરી ગયા બાદ હવે આ અંગે વધુ તપાસ શરૂ કરાઇ છે.