કાર્યવાહી@ધોરાજી: SOGની ટીમે ચરસના જથ્થા સાથે યુવાનને ઝડપી પાડ્યો, જાણો સમગ્ર ઘટના
Updated: Oct 16, 2023, 13:47 IST
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ શહેરોમાંથીં ગાંજો, હેરોઈન, ચરસ સહિત પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાતું રહે છે. રાજકોટના ધોરાજીમાંથી એસઓજીની ટીમે લાખો રૂપિયાના ચરસ સાથે એક યુવાનને ઝડપ્યો છે. સરદાર ચોક પાસે એસઓજીને બાતમી મળી હતી કે એક યુવક પ્રતિબંધિત ડ્રગ્સની ડિલિવરી કરવાનો છે.
રાજકોટમાં બાતમીના આધારે પોલીસે તપાસ ગોઠવી હતી અને પરપ્રાંતિય યુવાન બિશ્વજીત ગૌડા નામનો શખ્સ પાસેથી એક કિલો 100 ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો. જેની કુલ કિંમત એક લાખ 72 હજાર રૂપિયા થાય છે.ધોરાજી પોલીસ ઉંઘતી ઝડપાઈ અને એસઓજીએ ચરસ સાથે એક શખ્સને ઝડપ્યો છે. ઉલ્લેખનીય છે કે હાલ યુવાનની અટકાયત કરીને તેની સખ્ત પૂછપરછ હાથ ધરવામાં આવી છે.