આનંદો@ગુજરાત: રાજ્ય સરકારે જેલ કર્મચારીઓને મોટી ભેટ, દિવાળી ટાણે ભથ્થામાં કર્યો વધારો

 
Police

અટલ સમાચાર, ડેસ્ક

દિવાળી ટાણે ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત ગુજરાતના જેલ કર્મચારીઓ માટે હતી. માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા જેલ વિભાગના ક્લાસ-3ના કર્મચારીઓના ભથ્થામાં જોરદાર વધારાની જાહેરાત કરાઇ છે. જેના માટે 13.22 કરોડના બજેટની ફાળવણી કરાઈ છે. 

 

Hasmukh Sakshena
દિવાળી શુભેચ્છા જાહેરાત

ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર હવેથી જેલ સહાયકને 3500, જેલ સિપાહી માટે 4000, હવલદારને 4500 અને સુબેદારને 5000 રૂપિયાનું જાહેર સુરક્ષા પ્રોત્સાહન ભથ્થું આપવાની મોટી જાહેરાત કરાઈ છે. જ્યારે ફિક્સ પગારનાં જેલ સહાયકોને રૂપિયા 150 લેખે જાહેર રજાના દિવસે ચૂકવાતા વળતરમાં વધારો કરીને 665 રૂપિયા રજા પગાર કરી દેવામાં આવ્યો છે.