ફફડાટઃ કાતિલ ઠંડી વચ્ચે કચ્છની ધરા ધ્રૂજી, 2 દિવસમાં ભૂકંપનો ત્રીજો આંચકો અનુભવાયો
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


કાતિલ ઠંડી વચ્ચે કચ્છની ધરા ધ્રૂજી રહી છે. જેને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. કચ્છમાં સતત બે દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે આવતા ભૂકંપના આંચમાં બહાર નીકળવુ કે નહિ તે પણ ડર કચ્છવાસીઓમાં ફેલાયો છે. એક તરફ ભૂકંપના આંચકા લોકોને ડરાવી રહ્યા છે, તો બીજી તરફ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આવામાં સૌથી વધુ હાડ થીજવતી ઠંડી કચ્છમાં જ જોવા મળી રહી છે. કચ્છમાં ઠંડીનો પારો સિંગલ ડિજીટમાં જતો રહ્યો છે. નલિયા આંકડા મુજબ રાજ્યનુ સૌથી ઠંડુગાર શહેર છે. 

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બુધવારના રોજ પણ કચ્છમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. રાપર પાસે 02:29 બપોરે 2.30 આંચકો આવ્યો હતો. તે પહેલા સવારે 11:58 કલાકે પણ રાપર પાસે 2.00નો આંચકો નોંધાયો હતો. રાપરથી 17 કિલોમીટર WNW 2.8 ની તીવ્રતાનો આંચકો તેમજ રાપરથી 18 NNW 2 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.  કચ્છમાં બે દિવસથી ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે વહેલી સવારે 3.0 ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. દુધઈથી 20 કિલોમીટર દૂર નોર્થ-નોર્થ વેસ્ટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો ઘોર નિંદ્રામાં હતા, ત્યારે સવારના 5:43 વાગ્યે આંચકો આવ્યો હતો.