ગુજરાતઃ કોરોનાની ત્રીજી લહેર શરૂ એક જ દિવસમાં 5396 નવા કેસ નોંધાયા, 2 લોકોના મોત
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5396 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે. અમદાવાદમાં 2311 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 5396 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે. અમદાવાદમાં 2311 નવા કેસ નોંધાયા છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ સાથે રાજ્યમાં આજે કુલ 3,18, 945 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે જે પૈકીની સૌથી વધુ રસી અમદાવાદ શહેરમાં 53397 વ્યક્તિઓને મળી છે. અમદાવાદ શહેરમાં 2281 કેસ, સુરત શહેરમાં 1350 કેસ, વડોદરા શહેરમાં 239, રાજકોટ શહેરમાં 203, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, સુરત જિલ્લામાં 102, ગાંધીનગર શહેરમાં 91, રાજકોટ 69, રાજકોટ જિલ્લામાં 69, ભાવનગર શહેરમાં 51, ભરૂચમાં 50, નવસારીમાં 49 કેસ નોંધાયા છે.


મહેસાણામાં 48, વડોદરામાં 42, ગાંધીનગર 41, જામનગર શહેર 40, મોરબી 34, અમદાવાદ જિલ્લામાં 30, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, જૂનાગઢ શહેરમાં 19, બનાસકાંઠા, દાહોદમાં 17-17, પંચમહાલમાં 16, ભાવનગરમાં 12, અરવલ્લીમાં 11, દેવભૂમિ દ્વારકા. જામનગર, મહીસાગરમાં 10-10 કેસ નોંધાયા છે. ગીરસોમનનાથ,સુરેન્દ્રનગરમાં 9-9 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે ઓમીક્રોન વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. અત્યારસુધીમાં રાજ્યમાં ઓમીક્રોન વેરિયન્ટના 204 કેસ નોંધાયા છે જે પૈકીના 160 સાજા થઈ ગયા છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક 18583 પર પહોંચી ગયો છે. જૈ પૈકીના માત્ર 19 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે કુલ 8,21,541 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.રાજ્યમાં સુરતજિલ્લામાં એક મરણ થયું છે સાથે મૃત્યુ આંક 10,128એ પહોંચી ગયો છે.