બ્રેકિંગ@પાટણ: ટર્બોએ બાઇક ચાલકને અડફેટે લેતા ટાયર નીચે આવી ગયો, અંતે મોત
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા પાસે રસ્તા ઉપર જઈ રહેલા બાઇક ચાલકને પાછળથી આવી રહેલા ટર્બો ચાલકે ધડાકા બે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ તરફ અકસ્માતમાં બાઇક સવાર યુવક ટક્કર વાગતાં ટર્બોની નીચે આવી જતા ઈજા ગ્રસ્ત થયો હતો. જેને 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે દુખની વાત એ છે કે, સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું.
પાટણ શહેરના ઊંઝા ત્રણ હાઇવે ઉપર સવારે પસાર થઈ રહેલ એક ટર્બો ચાલક દ્વારા આગળ જઈ રહેલા બાઈક સવાર યુવકને હડફેટે લીધો હતો. આ તરફ ટર્બોની ટક્કર વાગતા યુવક બાઇક સાથે રસ્તા ઉપર પછડાયો હતો. આ દરમ્યાન પાછળ આવી રહેલ ટર્બો નીચે આવી જતા ટર્બોનું એક ટાયર યુવકના પગ ઉપર ફરી વળ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ઘટનાને લઈ સ્થાનિકો સહિતના લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે યુવકનેતાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે તે પહેલા જ યુવકનું મોત થયું હતું. આ તરફ સમગ્ર અકસ્માતની ઘટના અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.