ક્રાઇમ@સુરેન્દ્રનગર: વ્યાજખોરોએ યુવકનું અપહરણ કરી ગોંધી રાખી માર માર્યો, છેવટે પોલીસે અપહ્યતને છોડાવ્યો

 
Surendranagar B Division Police Station

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત કથળથી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યા ના બનાવો સતત વધતા જઈ રહ્યા છે, બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં હવે વ્યાજખોરોનો આંતક વધતો જઈ રહ્યો છે. પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને વ્યાજ ખોરોની ચુંગાલમાંથી ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ પોલીસ વિભાગ પણ હાથ ધરી રહ્યું છે. તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે વ્યાજખોરોને કોઈપણ પ્રકારનો પોલીસનો ડર ન હોય તે રીતે વ્યાજખોરનો ધંધો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવ નગર વિસ્તારમાં આવેલા રામજી મંદિર પાસે ફ્લેટમાં રહેતા જયંતભાઈ દ્વારા થોડા સમય પહેલા અજીતસિંહ અને પૃથ્વીસિંહ નામના યુવકો પાસેથી 50000 રૂપિયા વ્યાજે લીધા હતા અને આ રકમનું નિયમિતપણે યુવાન છેલ્લા ઘણા સમયથી વ્યાજ ચૂકવતા હતા, પરંતુ છેલ્લા થોડા સમયથી આર્થિક પરિસ્થિતિ કથળતા વ્યાજખોરોને વ્યાજ ચૂકવવાનું ચૂકી જતા હતા અને અંતે તેમને માનસિક પ્રેશર આપવામાં આવતું હતું. બન્ને શખ્સો યુવાન જ્યાં રહે છે ત્યાં કાર લઇને આવ્યા હતા. બીજી તરફ જયંતભાઈને ફોન કર્યો કે નીચે ઊભા છીએ મળવા આવો તો જયંત ભાઈ મળવા પણ ગયા તે દરમિયાન આ તત્ત્વોએ યુવાનને બળજબરી પૂર્વક કારમાં નાખીને અપહરણ કરીને ઓફિસે લઈ ગયા ત્યાં ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો, અને 50000 રૂપિયા જે લીધા હતા તેનું વ્યાજ સહિતની રકમ તાત્કાલિક ચુકવી આપવા માટે ધાકધમકી આપી હતી.

યુવાનના અપહરણ ના બનાવને લઈ તેમના પત્નીએ તાત્કાલિક ધોરણે નાયબ પોલીસનો સીધો સંપર્ક સાદ્યો હતો આ બનાવને લઈ નાયબ પોલીસ અધિક્ષક તાત્કાલિક પણે એક્શન મોડમાં આવી બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસે નજીકમાં આવેલી આ વ્યાજ વટાવની ઓફિસમાં ચેકિંગ કામગીરી હાથ ધરી હતી ત્યાં રહેલા બે યુવકો અપહરણ કરી અને જયંતભાઈ ને માર મારી રહ્યા હતા તે દરમિયાન બી ડિવિઝન પોલીસે આ બંને ઇસમોને ઝડપી લઇ અને તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ગાંધી રાખનાર યુવક જયંતભાઈ છે, તેમને છોડાવી લેવામાં આવ્યા હતા અને આ અંગે ગુનો દાખલ કરવા અંગેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વ્યાજખોરોએ હદે આ યુવાને માર માર્યો કે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જોકે આ મામલે આ વ્યાજખોરો સામે કોઈ એક્શન લે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું. પોલીસે બંને સામે ગુનો દાખલ કર્યો છે અને તાત્કાલિક બંનેની અટકાયત કરી છે.