હાશકારો@રાજુલા: હિંસક બનેલી સિંહણ આખરે મહામહેનતે પાંજરે પુરાઈ, 5 લોકો પર કર્યો હતો હુમલો

 
Rajula

અટલ સમાચાર, ડેસ્ક

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે હિંસક બનેલી સિંહણ આખરે 10 કલાકની મહેનત બાદ પાંજરે પુરાઈ છે. આ સિંહણે સવારે બે લોકો પર હુમલો કર્યો હતો, બાદમાં એક મહિલા સહિત ત્રણ લોકો પર હુમલો કરી કુલ પાંચ લોકોને ઈજાગ્રસ્ત કર્યા હતા. સિંહણને ટ્રાંગ્યુંલાઈજ કરી બેભાન કરવા જતા દિનેશ સાંખટ નામના યુવાન પર હુમલો કરી ઈજાગ્રસ્ત કરતા આ યુવાનને 108 મારફતે સારવાર માટે ખસેડાયો હતો. 

આ હિંસક સિંહણને પકડવા માટે વનવિભાગની ટીમ કામે લાગી હતી. રાજુલા જાફરાબાદ વનવિભાગની ટીમે સિંહણનું લોકેશન મેળવી 10 કલાકની મહેનત બાદ આ સિંહણને પાંજરે પુરી હતી. ખૂંખાર સિંહણ પાંજરે પુરાતા ભયભીત થયેલા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.