શિયાળો@ગુજરાત: હવામાન વિભાગે કરી હાડ થીજવતી ઠંડીની આગાહી, જાણો અહીં
અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. અમદાવાદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 27 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, દાહોદ સહિતના જિલ્લાઓમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભાવનગર, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભરુચ, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓમાં 30ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, આણંદ, બોટાદ, ખેડા , રાજકોટ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો અરવલ્લી, દાહોદ,ગાંધીનગર, કચ્છ, મોરબી, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ અમરેલી, ભરુચ, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.