બ્રેકિંગ@ગુજરાત: અંબાલાલની મોટી આગાહી, આ તારીખે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બદલાશે હવામાન

અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં બદલાતા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. મહત્વનું છે કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી રાજ્યના વાતાવરણ અંગે આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે એપ્રિલ માસમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. 17થી 18 એપ્રિલના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાનનો માહોલ છવાશે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, 18થી 20 તારીખમાં તોફાન સાથે ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશઓમાં ભારે હિમવર્ષા પણ થઇ શકે છે. 18થી 20 તારીખ સુધીમાં ભારે કમોસમી વરસાદ થશે. જ્યારે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ઉત્તર પર્વતીય પ્રદેશ મહારાષ્ટ્ર છત્તીસગઢમાં રહેશે.
આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, એપ્રિલ મહિનામાં પણ વાતાવરણમાં બદલાવ જોવા મળશે. એપ્રિલ મહિનામાં કરા અને વરસાદ પડવાની શક્યતા છે. તેમજ 26 એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડશે. 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે અને ગરમી રેકોર્ડ બનાવશે.