ઘટસ્ફોટ@ગોધરા: ATSએ ઝડપેલ શંકાસ્પદ મહિલા અનેક વાર ગઇ હતી પાકિસ્તાન, જાણો વધુ

 
ATS

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત ATSએ ગોધરાથી ઝડપેલા શંકાસ્પદોની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. ઝડપાયેલી મહિલા અનેક વખત પાકિસ્તાન ગઈ હોવાનો ખુલાસો થયો છે તેમજ મહિલા સાથે 4 શખ્સો પણ પાકિસ્તાન ગયા હોવાનો ખુલાસો થયો છે. નાણાંકીય વ્યવહાર અને પાકિસ્તાનના કનેક્શન અંગેની પણ તપાસ શરૂ કરાઈ છે.

અલગ અલગ UPI આઇડી પર પૈસાના વ્યવહાર થયા હોવાની આશંકાના પગલે પણ તપાસ કરાઈ રહી છે. ATSએ તમામ શખ્સોના બેન્ક ટ્રાન્જેક્શનની તપાસ આદરી છે. ISKP આતંકી સંગઠનના બદલે અન્ય આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. બેંકના હિસાબની તપાસ બાદ તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાશે.

NIA અને સેન્ટ્રલ IBએ ગુજરાત એટીએસને ઇનપુટ આપ્યા હતા. ISKP ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝનાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ માહિતી મળી હતી. ઇનપુટનાં પગલે ATSએ સર્વેલન્સ હાથ ધર્યું હતું. જે સર્ચમાં એક મહિલા સહિત 6 લોકોની અટકાયત કરી હતી. અગાઉ પણ સુરતથી ISKP સાથે સંકળાયેલી મહિલાની ધરપકડ કરાઈ હતી.