આત્મહત્યા@વડોદરા: વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવાપી કર્યો આપઘાત

વડોદરામાં એક યુવકે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યાના આક્ષેપ થયા છે.
 
ઝેરી દવા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

વડોદરાના ગોત્રી વિસ્તારના લક્ષ્‍મીનગર-1માં રહેતા ચેતન વાળંદે 2018માં અંગત કારણોસર મહિને 10 ટકા વ્યાજે 3.90 લાખ રૂપિયા લીધા હતા. ચેતનભાઈ વાળંદે વ્યાજખોરોને 9 લાખ ચૂકવ્યા છતાં વ્યાજખોરો વધુ નાણાંની માંગણી કરી ઉઘરાણી કરી રહ્યાં હતા. જેના કારણે ચેતનભાઈએ ઝેરી દવા પી લીધી હતી.

ચેતનને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા, જો કે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.આ સમગ્ર મામલે સાજન ભરવાડ, સુરેશ ભરવાડ અને વિઠ્ઠલ ભરવાડ નામના વ્યાજખોરોના કારણે ચેતને આપઘાત કર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. વ્યાજખોર સાજન ભરવાડ સામે પોલીસ સ્ટેશનમાં અનેક કેસો નોંધાયાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સાજન ભરવાડ પર પોલીસના ચાર હાથ છે, જેના કારણે તેને કાયદાનો કોઈ ડર નથી.ચેતનભાઈ વાળંદે આપઘાત કર્યો એ અંગેની એકે ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં લખ્યું છે કે સાજન ભરવાડ અને અન્ય લોકોએ મને મરવા માટે મજબુર કરવામાં આવ્યો છે. ચેતને ખરેખર વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો છે કે કોઈ અન્ય કારણ છે એ તપાસનો વિષય છે.