ક્રાઇમ@સુરત: ધો-12ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું, માતાએ ફોનમાં જોયા બિભત્સ ફોટો

અટલ સમાચાર, ડેસ્ક
સુરતના વેસુ વિસ્તારમાં રહેતી ધો.12ની વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી ડુમ્મસ રોડની વિકેન્ડ એન્ડ એડ્રેસ હોટલ ઉપરાંત પોતાના ઘરે લઇ જઇ અનેક વખત દુષ્કર્મ કરતા મામલો વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને પોલીસે દુષ્કર્મ કરનાર મુસ્લિમ યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. વિદ્યાર્થીની સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કરતા બિભત્સ ફોટા મળી આવતા પ્રેમસંબંધનો ભાંડો ફૂટયો હતો.
અઠવાલાઇન્સ વિસ્તારની સ્કૂલમાં ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને મુસ્લિમ યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવી ફોટો વાયરલ કરવાની ધમકી આપી વીડિયો કોલમાં કપડા ઉતરાવવા ઉપરાંત સિગારેટ પીવા અને શરીર સંબંધ બાંધવાની માંગણી કરવાના ચર્ચાસ્પદ કિસ્સાના ગણતરીના કલાકોમાં, વધુ એક મુસ્લિમ દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી હવસનો શિકાર બનાવ્યાનો કિસ્સો પોલીસ ચોપેડ નોંધાયો છે. વેસુ વિસ્તારમાં રહેતી અને ધો. 12માં અભ્યાસ કરતી 17 વર્ષીય સગીરાને કોમન મિત્ર હસ્તક અશદ અલ્તાફ વિરાણી (ઉ.વ. 19 રહે. બી/2/02, લવલી પાર્ક, ડિવાઇન સ્કૂલની સામે, ઘોડદોડ રોડ, સુરત) સાથે મિત્રતા થઇ હતી.
મિત્રતા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા અશદ સગીરાને ફરવાના બહાને ડુમ્મસ રોડની વિકેન્ડ એડ્રેસ નામની હોટલ ઉપરાંત પોતાના ઘરે તથા તેણીના ઘરે મળવાના બહાને જઇ અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. જો કે સગીરા ધો.12માં હોવાથી અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાના બદલે મોબાઇલમાં વધુ વ્યસ્ત રહેતી હોવાથી માતાએ ફોન ચેક કર્યો હતો. જેમાં સગીરા અને અશદના બિભત્સ ફોટો જોઇ માતા ચોંકી ગઇ હતી અને તુરંત જ પરિવારને જાણ કર્યા બાદ ગત રાતે વેસુ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.