કાર્યવાહી@સુરત: યુવકની લાશના ટુકડાં કરી જુદી-જુદી જગ્યાએ ફેંક્યા, પોલીસે ફિલ્મી સ્ટાઈલે પતિ-પત્નીને પકડ્યા

 
Pandesara Police Station

અટલ સમાચાર, ડેસ્ક

સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી 2017માં યુવકની લાશના ટુકડા મળ્યા હતા. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરતાં મૃતક યુવકનું નામ મોહમ્મદ ફકરુદ્દીન હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ ગુનામાં નાસતા ફરતા મુસ્લિમ દંપતીને પકડ્યુ છે. જેના માટે મહિલા પીએસઆઇ એ મુસ્લિમ વેશધારણ કરી પોતાની ટીમ સાથે અકબર અલી અને તેની પત્ની અફસાનાની ધરપકડ કરી છે. 

અકબર અલી પોતાના વતનના બાળકોને સુરત નોકરી અપાવવાના બહાને લાવતો હતો. ત્યારબાદ સાડીનું વર્ક કરાવી પૈસાના બદલે માત્ર ભોજન જ આપતો હતો. ફકરૂદ્દીન પોતાના બે મિત્રો સાથે અકબર અલીથી નારાજ થઈ વતન જવા રવાના થયો હતો. અકબર અલી અને તેની પત્નીએ રસ્તામાંથી જ ફકરૂદ્દીન અને બે મિત્રોને ઝડપી પડ્યા હતા. બિહારમાં ફરજ બજાવતા પોલીસના ભાઈની વર્ષ 2017માં ભેસ્તાનમાં માથુ અને સોનારી ગામે ધડ મળવાની ઘટનામાં પાંડેસરા પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરી હૈદરાબાદથી મૌલવી અને તેની પત્નીને દબોચી લીધા છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બન્ને 7 વર્ષથી ભાગતા ફરતા હતા. પોલીસે તેલંગાણાના હૈદરાબાદમાં મુસ્લિમ વેશ ધારણ કરીને 5 દિવસ સુધી વોચ કરી દંપતીની ભાળ મેળવી હતી. પછી સ્થાનિક પોલીસની મદદ લઈ અકબરઅલી મોહંમદ સફાયત શેખ(33) અને તેની પત્ની અફસાના બેગમ અકબરઅલી શેખ(29) (બંને રહે,બિહાર)ને પકડી પાડ્યા હતા.બિહારથી મૃતકનો ભાઈ સુરતમાં શોધવા આવ્યો હતો. જેમાં બે સગીર મળ્યા હતા. જ્યાં બન્નેએ કહ્યું કે અમારા શેઠ અકબરઅલી અને તેની પત્ની અફસાના 18 વર્ષના ફકરૂદ્દીનને લોંખડનો સળિયા મારી હત્યા કરી લાશ સગેવગે કરવા ટુકડા કરાવ્યા હતા. 

આ તરફ હત્યારો મૌલવી અકબરઅલી મોપેડ પર બે સગીરો સાથે 3 થેલીમાં માથુ, ધડ અને હાથ-પગના ટુકડા કરી ફેંકી પત્નીને લઈ ભાગી ગયો હતો. મૌલવી વતન બિહારથી 7 સગીરોને સાડીમાં સ્ટોન અને મજૂરી લાવ્યો હતો. કામમાં ભૂલ કરતા હત્યા કરી હતી. પાંડેસરા PI એન.કે.કામળીયાની સૂચનાથી મહિલા PSI જે.આર.દેસાઈ સહિતની ટીમે હત્યારા દંપતીને પકડવા બિહારના મોતીહારીમાં મુસ્લિમ વેશમાં પહોંચતા દંપતીને દબોચ્યું હતું.