બ્રેકિંગ@પાટણ: સિદ્ધિ સરોવરમાં યુવકે પડતુ મૂક્યું, બોટ અને તરવૈયા સાથે ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ
અટલ સમાચાર, ડેસ્ક
પાટણ શહેરમાં ફરી એકવાર આત્મહત્યાના પ્રયાસની ઘટના સામે આવી છે. વિગતો મુજબ શહેરમાં સ્યુસાઇડ પોઈન્ટ ગણવામાં આવતા સિદ્ધિ સરોવરમાં આજે એટલે કે શનિવારે વધુ એક યુવકે પડતું મૂક્યું હતું. આ તરફ યુવકને ડૂબતો જોઈ સ્થાનિકે બચાવવા માટે દોડ લગાવી હતી. આ તરફ સ્થાનિક યુવકે પાણીમા શોધખોળ કરવા ચાર તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જેથી પાલિકાના ફાયર ફાઇટર ટીમને જાણ કરાઇ હતું. જોકે હજી સુધી યુવકની કોઈ ભાળ મળી નથી.
પાટણના સિદ્ધિ સરોવરમાં એક યુવકે કોઈ કારણોસર પડતું મૂક્યું હોવાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે સિદ્ધિ સરોવરથી થોડેક દૂર વૃક્ષ નીચે કોર્પોરેટર દેવચંદ ભાઈ પટેલ સહિતના યુવકોના બેઠા હતા. આ દરમિયાન આ ટોળામાંથી એક યુવકની નજર સરોવરમાં પડતાં ત્યાં એક યુવક ડૂબતો હોવાનું જણાઈ આવતા તે પણ પાણીમાં કૂદી યુવકને બચાવવા કવાયત શરૂ કરાઇ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્થાનિક એક યુવકે પાણીની અંદર છલાંગ લગાવી તેની શોધખોળ હાથ ધરી હતી. જે બાદમાં કોર્પોરેટરએ નગરપાલિકાના ફાયર ફાઈટર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હત. આ સાથે ફાયરની ટીમ દ્વારા બોટ અને તરવૈયાની ટીમ દ્વારા સરોવરમાં શોધખોળ હાથ ધરાઇ હતી. જોકે આ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નથી.