ઘટના@પાલનપુર: યુવકનું અપહરણ કરી અશ્લિલ વીડિયો બનાવી માર માર્યો, 7 ઈસમ સામે ફરિયાદ

 
Bk police

અટલ સમાચાર, ડેસ્ક

પાલનપુરની ઝાયકા હોટલ જોડેથી રોહિત ઠાકોર નામના યુવકનું અપહરણ કરી માર મારી અશ્લીલ વિડિયો બનાવવાની ઘટના સામે આવી છે. આ સાથે આરોપીઓએ યુવકની અશ્લિલ વીડિયો બનાવી ધમકી પણ આપી હતી. જે બાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસે યુવકની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

રોહિત ઠાકોર નામના યુવકે આ અંગે છ દિવસ પછી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. યુવકે નોંધાવેલી ફરિયાદને આધારે એક યુવતીનો ફોન આવ્યો હતો, જેણે યુવકને મળવા માટે દાંતીવાડા ડેમ ખાતે બોલાવ્યો હતો. ત્યારબાદ દાંતીવાડા ડેમ ખાતે આંખો ઉપરથી પટ્ટી બાંધી યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.

વિગતો મુજબ કેટલાક શખ્સોએ યુવકનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યો હતો અને તેનો અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો. અપહરણકર્તાએ યુવકને ધમકીઓ પણ આપી હતી અને ત્યારબાદ તેને છોડી મુક્યો હતો. આ અંગે યુવકની ફરિયાદને આધારે પોલીસે અપહરણકર્તાઓની શોધખોળ હાથ ધરી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ઘટનામાં અપહરણ કર્તા અને યુવતી કોણ હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ યુવક તે યુવતીને કેટલા સમયથી ઓળખતો હતો અને અપહરણ કર્તા આ યુવક યુવતી સાથે કેવી રીતે સંકળાયેલા હતા તેવા તમામ પાસા પર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.