ચોંક્યાં@મહેસાણા: લ્યો બોલો સાંસદની ઓફીસમાં જ ચોરી, તસ્કરો ખુરશી-ફ્રિજ ઉઠાવી ગયા

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના સાંસદ શારદાબેન પટેલની ઓફીસમાં ચોરીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ મહેસાણા જિલ્લા પંચાયત કચેરીની સામેની બાજુ આવેલ સાંસદની ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી છે. જેમાં તસ્કરોએ ઓફિસમાંથી પ્લાસ્ટિક ખુરશી, ફ્રીજ, બે એસીના ઈન્ડોર સહિતની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. 

મહેસાણા જિલ્લામાં હવે ખુદ સાંસદની ઓફિસમાં જ ચોરીની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. સાંસદ શારદાબેન પટેલની ઓફિસ સાંસદ સુવિધા કેન્દ્રમાંથી ઇસમો 25 પ્લાસ્ટિક ખુરશી, ફ્રીજ, બે એસીના ઈન્ડોર, પસ્તી સહિત તમામ નળ ચોરી ગયા છે. આ તરફ હવે એવી પણ વાત સામે આવી છે કે, અગાઉ પણ સાંસદની ઓફિસમાં ચોરી થઈ હતી પણ તેમને કોઈ ફરિયાદ કરી ન હતી. જોકે હવે ફરી ચોરી થયા બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.