ચોંક્યાં@અંકલેશ્વર: અનેક ટ્રાન્સફોર્મરો તોડી કુલ રૂ.7.89 લાખની ચોરી કરી ઇસમો ફરાર, DGVCLએ નોંધાવી ફરિયાદ
અટલ સમાચાર, ડેસ્ક
અંકલેશ્વરમાં DGVCL કંપનીએ ટ્રાન્સફોર્મરો તોડી કુલ રૂ.7.89 લાખની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અજાણ્યા ઇસમો અલગ અલગ સ્થળે મુકેલા વીજ ટ્રાન્સફોર્મર તસ્કરોએ તોડી ઓઇલ ઢોળી રૂ.1.73 લાખનું નુકશાન કરી ટ્રાન્સફરની કોઈલ કિંમત રૂ.6.16 લાખની ચોરી કરીને કુલ રૂ.7.89 લાખની નુકશાની કરીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે અંકલેશ્વર DGVCLના નાયબ ઇજનેર દ્વારા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર શહેરમાં DGVCL કંપની દ્વારા જુના દિવા, જૂની દિવી, જુના બોરબેટ, આંબોલી,પીરામણ ગામ વીજ ટ્રાન્સફોર્મર મુકવામાં આવેલા છે. પરંતુ કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા અલગ અલગ તારીખોમાં આ વીજ ટ્રાન્સફોર્મરોને ઉતારી તેનું ઓઇલ ઢોળી દઈને તેના સ્ટેંડ તોડી નાખીને રૂ.1,73,400 ની નુકશાની કરીને વીજ ટ્રાન્સફોર્મરની કોઈલ કિંમત રૂ.6,16,500 ની ચોરી કરીને DGCVL કંપનીને કુલ રૂ.7,79,900 ની નુકશાન કરીને ભાગી ગયેલા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે અંકલેશ્વર સબ ડિવિઝનના નાયબ ઈજનેર શંભુ.એસ.બર્નવાલે અલગ અલગ દિવસે થયેલા ટ્રાન્સફોર્મરની કોઈલની ચોરી અને નુકશાની અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.