દુર્ઘટના@ગુજરાત: અનેક વિસ્તારોમાં દોરી વાગ્યાના બનાવો, 7 વર્ષના કિશોરનું ગળું કપાતા મોત
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં એક બાજુ યુવાધન હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વ ઉજવી રહ્યું છે, તો બીજી બાજું માંજાની આ ઘાતક દોરી તેમજ ચાઈનીઝ દોરી ઘણા લોકો માટે કાળ સમાન બની રહી છે. રાજ્યમાં દોરી વાગવાની અને અકસ્માતની વિવિધ ઘટનાઓ ઘટી છે જેમાં લોકો મૃત્યુ પામ્યા છે અને ઈજાગ્રસ્ત પણ થયા છે. વડોદરા તાલુકાના અમોદર ગામે દોરી વાગી જવાને કારણે વકીલનું મોત થયું હતું. વિગત અનુસાર વકીલને પગમાં દોરો ફસાઈ ગયો હતો જેના કારણે તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યું હતું.અને નીચે પટકાયા હતા.
પંચમહાલના શહેરા તાલુકાના બોરડી ગામના 7 વર્ષના કિશોરનું પતંગની દોરીથી ગળુ કપાતા મોત થયું છે. મામાને ત્યાં ગયેલા તરુણ માછી નામના કિશોરને તેના પિતા મામાને ત્યાંથી બોરડી ગામે લઈને આવતા હતા તે સમયે આ ઘટના બની હતી. વાળીનાથ પાસે તરૂણ માછીના ગળામાં પતંગની દોરી આવી જતા તેનું ગળુ કપાતા મોત થયું છે. જેતપુરના નવાગઢ વિસ્તારમાં પતંગ લૂંટી રહેલા બાળકને કારે અડફેટે લેતા ઇજાગ્રસ્ત થયો હતો..બાળકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..ત્યારબાદ બાળકને ગંભીર હાલતમાં વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવ્યો હતો.
જેતપુરમાં જાગૃતિ નગરમાં રહેતા 40 વર્ષીય યુવક સંતોષ સીતારામ યાદવને ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું જેતપુરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું હતું. ઘાતક ચાઈનીઝ દોરીથી જેતપુરમાં અનેક લોકો ઈજાગ્રસ્ત બન્યા તેમ છતાં તંત્રએ ચુપકીદી સાધી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મિલન પોન્ટ પર બાઈક પર જતા 51 વર્ષીય કૃષ્ણ મોહન નામના વ્યક્તિને દોરી વાગતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સાથે પંતગ પકડવા જતા અલગ અલગ પાંચ વ્યક્તિઓને નામની મોટી ઇજા થઇ છે, જે તમામને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
રાજકોટ શહેરના ગંજીવાડા વિસ્તારમાં આવેલી મનહર સોસાયટીમાં રહેતા 35 વર્ષીય યુવકનું ધાબા પરથી પડી જતા તેનું મોત થયું છે. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાનાં કુબેરના મુવાડા ગામમાં ચાઈનીઝ દોરીથી એક વ્યકતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હતી. દોરીથી ઇજાગ્રસ્તને સારવાર માટે લુણાવાડાની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘાયલ વ્યક્તિને 20 જેટલા ટાંકા આવ્યા હતા. મહીસાગર જિલ્લામાં ચાઇનીઝ દોરીથી એક બાળકનું મોત થયું હતુ. જયારે બે વ્યક્તિઓ સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
આજે મકરસંક્રાંતિ પર્વને લઈને ભાવનગર શહેરમાં ચિત્રા વિસ્તારમાં માધવાનંદ સોસાયટીમાં બન્યો હતો. અગાસી ઉપર પતંગ ચગાવતા અહીંથી પસાર થતી Pgvclની લાઈનને અડી જતા વીજ કરંટ લાગ્યો હતો. આ બનાવવામાં સુનિલભાઈ રામજીભાઈ ચૌહાણ તેમજ અરુણ રામજીભાઈ ચૌહાણ ગંભીર ઇજાઓ થતા મહા મહેનતે ઉપરથી નીચે ઉતારી અને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટના શિહોર તાલુકાના સણોસરા ગામની છે જેમાં લશ્કર ભાઈ ચૌહાણ નામના વ્યક્તિનું મોત થયું છે. પોતાની વાડી એથી ઘરે જઈ રહ્યા હતા તે વેળાએ ગળાના ભાગમાં દોરી આવી જતા રસ્તા પર જ મોત થયું છે. બનાવ અંગે જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે હાલ મૃતકને પી.એમ અર્થે સિહોર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે. તળાજા તાલુકાના સોભાવડ ગામે આગાસી ઉપરથી નીચે પટકાતા યુવાનનુ મોત થયું હતું. ગિરીશ ભાઈ વાઘ નામના યુવાનનું મોત થતા મૃતદેહ સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો.પતંગ ચગાવતા પગ લપચી જતા યુવાન નીચે પટકાયો હતો. યુવાનનું મોત થતા પરીવારજનો માં ભારે શોક છવાયો.