ઘટના@મહેસાણા: સમૂહલગ્નમાં અચાનક થયો હોબાળો, ખુરશીઓ ઉછાળી તોડફોડ કરતાં દોડધામ

 
Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણામાં આજે એક સમૂહ લગ્નમાં હોબાળો થયો હોવાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ રોહિત સમાજના સમૂહ લગ્નમાં ખુરશીઓ ઉછળી હતી. આજે સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે. જે બાદમાં સમૂહ લગ્નમાં કેટલાક લોકોએ ખુરશી ફેંકી તોડફોડ કરી હતી. જેના પગલે સમહૂ લગ્નમાં દોડધામ મચી ગઇ હતી. આ તરફ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

મહેસાણા શહેરના કસ્બાથી કુકસ રોડ ઉપર આજે રોહિત સમાજના સમૂહલગ્ન હતા. જોકે આજે કોઈ કારણસર સમૂહલગ્નમાં હોબાળો થયાનું સામએ આવ્યું છે. રોહિત સમાજના સમૂહ લગ્નમાં હોબાળો થયા બાદ ખુરશીઓ ઉછળી હતી.સમૂહ લગ્નમાં મંડપમાં હજારોની સંખ્યામાં લોકો હાજર હતા ત્યારે જ અચાનક ખુરશીઓ ઊડવા લાગતા અન્ય લોકોમાં નાસભાગ મચી હતી. ગણતરીની મિનિટોમાં જ મંડપની અંદર 50 જેટલી ખુરશીઓ તોડી નાખવામાં આવી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નમાં અજાણ્યા લોકોએ હોબાળો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલતો સમગ્ર મામલે મહેસાણા શહેરની એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.