રોજગાર@ગુજરાત: ST વિભાગમાં ડ્રાઈવર-કંડક્ટર સહિતના પદો માટે 3400ની ભરતી પડશે, જાણો ક્યારે ?

 
GSRTC

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે 3400થી વધુ ભરતી કરવામાં આવશે. એસટી બસમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે, જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાએ ભરતી કરાશે. એટલું જ નહીં, ગુજરાત એસટી વિભાગમાં મિકેનિકની પણ ભરતી કરાશે.

Harsh Sanghvi

ગુજરાત એસટી વિભાગમાં આટલા મોટા પ્રમાણમાં ભરતી માટે આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં એસ.ટી નિગમ દ્વારા ડ્રાઈવરની કક્ષા માટે અંદાજિત 2100, કંડક્ટરની કક્ષા માટે અંદાજિત 1300 તથા મિકેનિકની કક્ષા માટે ઉમેદવારોની ભરતી કરવા જઈ રહી છે. જેની જાહેરાત ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.