આનંદો@ગુજરાત: મહેસુલ વિભાગમાં 6000 પદો પર બમ્પર ભરતી આવશે, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ભરતી કરવામાં આવશે.
હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે. તેમણે જણાવ્યું કે, 18 મેએ રાજ્ય સરકારે પરીક્ષાને લઈ નવા નિયમો અમલી બનાવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ક્લાસ 3 માટે પરીક્ષા લે છે. એમાં ગ્રુપ બનાવવામાં આવ્યા છે ગ્રુપ છ અને ગ્રુપ બી આ પ્રમાણે ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવશે.
ગ્રુપ એમાં ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર ઓફિસના ક્લાર્ક, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ બીમાં ખાતાના વડાની કચેરીના જુનિયર ક્લાર્કનો સમાવેશ છે. સીધી ભરતીની પરીક્ષા બે તબક્કામાં લેવાશે. પ્રિલિમ પરીક્ષા બંને ગ્રુપ માટે કોમન જ હશે. એમસીક્યુ આધારિત 100 ગુણનું પેપર રહેશે. પ્રિલિમના પરિણામ બાદ એ અને બી ગ્રુપની મુખ્ય પરીક્ષા લેવાશે.
મેઈન એક્ઝામ માટે ઉમેદવારને એ, બી અથવા બંને ગ્રુપની પસંદગી કરવાની તક આપવામાં આવશે અને ફરીથી ફોર્મ ભરાવવામાં આવશે. ગ્રુપ બીની મેઈન પરીક્ષા એમસીક્યુ આધારિત હશે. આ પેપર 200 માર્ક્સનું હશે તેને 120 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. ગ્રુપ એ માટે વર્ણાત્મક ત્રણ પેપર આપવાના રહેશે. ગુજરાતીનું 100 માર્ક્સ, અંગ્રેજી 100 માર્ક અને જનરલ સ્ટડી 150 માર્ક્સનું રહેશે. આ પસંદગી યાદી બન્યા બાદ ગ્રુપ છે અને માટે ઉમેદવારનો નિમણૂક માટેના ભલામણ પત્રો આપવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, આમાં વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં અને આ વખતે દરેક કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની છે. પરીક્ષામાં જે ઉમેદવાર હાજર રહેનારા ઉમેદવારોને પરીક્ષા ફી રિફન્ડ આપવામાં આવશે.