અપડેટ@બનાસકાંઠા: મજાનાં મોસમમાં આબુ જવાનું વિચારો છો ? જાણી લેજો આ સમાચાર, નહીં તો થશે સમસ્યા

અટલ સમાચાર, ડેસ્ક
આબુરોડ જતા પ્રવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. હાલ બનાસકાંઠમાં પાલનપુર-આબુરોડ હાઇવે બંધ કરવામાં કરવામાં આવ્યો છે. વરસાદી ખાડા પડતા નેશનલ હાઇવે બંધ કરાયો છે. જેના કારણે આબુરોડ જતા વાહન ચાલકોને ડાયવર્ઝન અપાયુ છે. ચંડીસર વાઘરોળનું 35 કિમીનુ લાંબુ ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. બે માસમાં ચોથી વખત હાઇવે બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય વરસાદમાં ખાડા પડી જવાને કારણે હાઇવે બંધ કરવામાં આવતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ચોમાસામાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ પર ભૂવા જેવડા મોટા મોટા ખાડા પડી ગયા છે. આવી જ કાંઇ હાલત છે. પાલનપુર આબુરોડની છે. પાલનપુર-આબુરોડ હાઇવે બે માસમાં ચોથી વાર બંધ કરાયો છે. સામાન્ય વરસાદમાં મોટા મોટા ખાડા પડી જતા આ હાઇવે બંધ કરાવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, અમદાવાદથી આબુ અને આબુથી અમદાવાદ જતા વાહનોને ચંડીસર વાઘરોળ થઇને જવુ પડશે. વાઘરોળ પાસે 30થી 35 કિમી લાબું ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. રસ્તાઓની ખરાબ હાલતને કારણે પાલનપુર એરોમા સર્કલ પર અનેક ટ્રકોના પૈડા થંભી ગયા છે. અવારનવાર નેશનલ હાઇવે બંધ કરવો પડે તેવી સ્થિતિ હોવા છતાં NHAI દ્વારા કાંઇ નક્કર કામ કરવામાં આવતુ નથી. પાલનપુર આબુ રોડ હાઇવે બે માસમાં ચોથી વાર બંધ કરવો પડ્યો છે.