ગંભીર@આફ્રિકા: ઝાંબિયામાં લૂંટારુઓએ ભરૂચના ત્રણ લોકો પર ફાયરિંગ કરી લૂંટ કરી
અટલ સમાચાર, ડેસ્ક
આફ્રિકાના ઝાંબિયામાં નિગ્રો લૂંટારુઓએ ભરૂચના ત્રણ લોકો પર ફાયરિંગ કરી લૂંટ કર્યાની ઘટના ઘટી છે. લૂંટ કરવા આવેલા નિગ્રો લૂંટારુઓએ ભરૂચના ત્રણ લોકો પર ફાયરિંગ કર્યું હતું અને બાદમાં લૂંટ કરી ફરાર થયા હતા. આ ઘટનામાં ભરૂચના ત્રણ લોકોને ગોળી વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા અને બાદમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. ફાયરિંગ અને લૂંટની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઇ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટનામાં ભોગ બનેલા ત્રણ લોકો ભરૂચના ટકારીયા અને વડવાના રહેવાસી હતા.
છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશમાં રહેતા ગુજરાતીઓની હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક મૂળ અમદાવાદના ગુજરાતીની મેક્સિકોમાં હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા લૂંટના ઈરાદે કરી હોવાની માહિતી મળી રહી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ મેક્સકોમાં રહેતા મૂળ અમદાવાદના કેતન શાહ કે જેઓ ટોરેન્ટ ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ ગત શનિવારે 10 હજાર ડોલરની કરન્સી એક્સચેન્જ કરવવા અર્થે મેક્સિકો સિટીના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગયા હતા, ત્યાથી તેઓ પિતાની સાથે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર બે શખ્સોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં કેતન શાહનું ગોળી વાગવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું.