દુ:ખદ@ભાવનગર: હોર્ડિંગ્સ લગાવતા ત્રણ શ્રમિક યુવકોને લાગ્યો વીજકરંટ, એકનું મોત

 
Bhavnagar

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર શહેરમાંનવા બસસ્ટેન્ડ નજીક સ્ટેશન રોડ પર હોર્ડિંગ્સ લગાવતા સમયે ત્રણ શ્રમિક યુવકોને વીજકરંટ લાગ્યો હતો, જેમાં એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. ભાવનગર શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક જાહેરાતના હોર્ડિંગ્સ લગાવતા મિતેશ મકવાણા, પીયૂષ મકવાણા અને હિરેન મકવાણા નામના 3 શ્રમિકોને વીજકરંટ લાગ્યો હતો. 

રાજકોટની પાઈપની કંપનીના જાહેરાતના હોર્ડિંગ્સ લગાવતા સમયે આ ત્રણેય શ્રમિકો 11KVની વીજલાઈનના સંપર્કમાં આવ્યાં હતા. વીજકરંટ લાગતા આ ત્રણેય શ્રમિકો ઘવાયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ આ ત્રણ શ્રમિક યુવાનોમાંથી 19 વર્ષીય પીયૂષ મકવાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.