દુર્ઘટના@સુરેન્દ્રનગર: ગેરકાયદેસર ચાલતી ખનીજ ખાણમાં ભેખડ ધસી પડતા ત્રણ યુવાનો દટાયા

 
Surendranagar

અટલ સમાચાર, ડેસ્ક

સુરેન્દ્રનગરના ખાખરાળી ગામે ગેરકાયદેસર ચાલતી ખનીજ ખાણમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગેરકાયદેસર ચાલતી ખનિજ ખીણની ભેસડ ધસી પડતા 3 યુવકો તેમાં દટાયા હતા. ઘટનાને પગલે લઈ શોધખોળ હાથ ધરવામાં આવતા અજુભાઈ બોહકીયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અને બે લોકો હજી પણ લાપતા છે.

મહત્ત્વનું છે કે ગેરકાદેસર ચાલતી ખનીજ ચોરી જીવલેણ સાબિત થઈ છે કારણ કે 5 જ દિવસમાં 4 યુવાનોના મોત થતા હવે ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઈ છે. ગેરકાયદેસર ખનીજની ખાણ ચલાવનાર માફિયા સામે તંત્ર ક્યારે એક્શન લેશે તે હવે જોવાનું રહ્યું. તો બીજી તરફ ખનીજ વિભાગ શું કાર્ય કરે છે તેની પર તમામની નજર ગડાયેલી છે.