સાવચેતી@સુરત: રેલવે સ્ટેશને ગઈકાલની ઘટના બાદ પ્લેટફોર્મ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક 

સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે 11 નવેમ્બરે થયેલી ધક્કામુક્કી અને ભાગદોડમાં એક મુસાફરના મોત બાદ રેલવે પોલીસ હવે જાગી છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને વેસ્ટર્ન રેલવે વડોદરાના DSP સરોજ કુમારી સહિત રેલવે પોલીસના મોટા અધિકારીઓ પણ હાજર છે. 

Health
દિવાળી શુભેચ્છા જાહેરાત

રેલવેના અધિકારીઓએ મુસાફરોની કન્ફર્મ ટિકિટ ચકાસીને મુસાફરોને ટ્રેનમાં બેસવા દીધા. જે મુસાફરો પાસે ટિકિટ કન્ફર્મ નથી તેમને ડબ્બામાં જગ્યા અનુસાર બેસાડવા માટે અલગથી એક લાઈનમાં ઊભા રખાયા. 

સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે થયેલી ભાગદોડમાં એક વ્યક્તિના મોત બાદ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક બાદ જ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.