રિપોર્ટ@ગુજરાત: વિધાનસભાના ચોમાસા સત્રનો આજે અંતિમ દિવસ, જાણો વધુ
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો આજે છેલ્લો અને અંતિમ દિવસ છે. સત્ર સવારે 10 વાગ્યાથી શરૂ થશે. વિધાનસભા ગૃહમાં આજે રાજ્યના વન્યજીવ અભયારણ્યના સંરક્ષણ અને વ્યવસ્થાપની કામગ્રીરીનો ઓડિટ એહેવાલ ગૃહમાં રજૂ કરાશે. વિધાનસભા ગૃહમાં આજે કેગનો રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના દિવ્યાંગ ફંડના વાર્ષિક હિસાબો તેમજ હિસાબો મોડા જાહેર કરવાનું કારણ રજૂ કરવામાં આવશે ત્યારબાદ ગૃહમાં બે સરકારી વિધેયક બિલ રજૂ થશે જેમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિદ્યક બિલ રજૂ થશે. ગુજરાત ખાનગી યુનિવર્સિટી વિદ્યેયક બિલ પણ રજૂ કરવામાં આવશે. સત્રના અતિમ દિવસનો આભાર પ્રસ્તાવ ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ રજૂ કરશે.
ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક-2023 ગુજરાત વિધાનસભામાં પસાર થયું હતું.OBCને ૨૭ ટકા અનામતથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં SC-ST વર્ગોની ની એકપણ બેઠક ઘટી નથી. અન્ય પછાત વર્ગોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં 27 ટકા અનામત આપનાર ગુજરાત સમગ્ર દેશમાં ચોથું રાજ્ય બન્યું હતું.