આગાહી@ઉ.ગુ: પાટણ-બનાસકાંઠા સહિત આ જિલ્લામાં આજે માવઠું પડી શકે: હવામાન

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા અને કચ્છ પંથકમાં આજે માવઠું પડવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે નહીં પરંતુ ગુરુવારના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. 

આ સાથે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી અને કચ્છ તેમજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથમાં પણ હળવો કમોસમી વરસાદ પડવાની આગાહી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય માવઠું થશે. આ તરફ આવતી કાલે 30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરાઇ છે. 

Jaherat
જાહેરાત

હવામાન વિભાગનું માનીએ તો 31 માર્ચે સુરત, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ ફરી એકવાર આજથી માવઠાનો માર શરૂ થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન ખાતાએ આગાહી કરી છે.