નિર્ણય@ગુજરાત: દરેક વાહન પરના ટોલટેક્ષમાં આટલા રૂપિયાનો વધારો, આવતીકાલથી જ લાગુ થશે નવા દર

 
Toll tax

અટલ સમાચાર, ડેસ્ક

આવતીકાલે એટલે કે 1 એપ્રિલથી અનેક ફેરફારો થવાના છે. જેમાં હવે ગુજરાતમાં આવેલા 49 ટોલ નાકા પર આવતીકાલથી દરેક વાહન પર રૂ. 10 વધારે ટોલટેક્સ આપવો પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કાર સહિત તમામ વાહનોના ટોલટેક્સ પર રૂપિયા 10નો વધારો કર્યો છે. દેશની વાત કરીએ તો દેશમાં કુલ 816 ટોલ નાકા છે. આ વધારો તમામને લાગુ પડશે. 

ગુજરાતમાં જો હવે તમે અમદાવાદથી વડોદરા જતા હશો અને એક્સપ્રેસ વેનો ઉપયોગ કરશો તો તમારે સિંગલ ટ્રિપના હવે 135 રૂપિયા અને ડબલ ટ્રિપના 200 રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદથી નડિયાદ સિંગર ટ્રિપની વાત કરીએ તો રૂ. 65 ચૂકવવા પડશે. જ્યારે રિટર્ન ટ્રિપના 95 રૂપિયા ચૂકવવા પડશે.

Jaherat
જાહેરાત

આ સાથે અમદાવાદ આણંદની વાત કરીએ તો સિંગલ ટ્રિપના 85 રૂપિયા અને ડબલ ટ્રિપના 125 રૂપિયા ચૂકવવા પડશે. 1 એપ્રિલથી આ નવા દર લાગુ પડી જશે.