દુર્ઘટના@પાટણઃ ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ભયાનક ટક્કરમાં યુવકનું મોત, અંતે ફરિયાદ
અટલ સમાચાર, મહેસાણા
કોરોના સંકટ વચ્ચે અનેક અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. આ સાથે ગઇકાલે દૂધના ટેન્કર અને ઇક્કો ગાડી વચ્ચે અકસ્માત સર્જોયો હતો. આ અકસ્માતમાં પાટણના આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે મોત થયુ હતું. આ બનાવ બાલીસણાથી કુડેર જતાં રોડ બન્યો હતો. અને યુવકના મામાએ પોલીસને ફરિયાદ કરી છે કે, દૂધના ટેન્કરે ઇક્કો ગાડીને ટક્કર મારી ચાલક ટેન્કર મુકી ત્યાથી ફરાર થઇ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
પાટણ જીલ્લાના ડેર ગામના યુવકને ગઇકાલે બાલીસણાથી કુડેર જતાં રોડ ઉપર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ડેરના ભાણેજ એવા રાજુજી પોતાની ઇક્કો ગાડી બાલીસણાથી કુડેર જતાં રોડ ઉપર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ઇક્કો અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. મૃતક રાજુને ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દૂધના ટેન્કરનો ચાલક ટેન્કર મુકી ફરાર થઇ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, દૂધના ટેન્કરનો ચાલક પોતાની હાઇ સ્પીડથી અને ગફલતભરીથી વાહન ચલાવતો હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. મૃતક રાજૂના માતા-પિતાના મૃત્યુ બાદ રાજુ પોતાના મામાના ઘરે રહેતો હોવાથી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવો શોક બની ગયો છે. આ અકસ્માતે મોતનો ગુંનો નોંધી પોલીસે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.